મમતા બેનર્જીનો માસ્ટરપ્લાન / મુકુલ રોય બાદ હવે આ દિગ્ગજ નેતા પર દીદીની નજર..
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ ને રાજ્ય સચિવાલયમાં ચાપર આમંત્રણ આપ્યા બાદ થી જ રાજકીય અટકળો શરૂ થઇ ગઇ છે.આમંત્રણ બાદ લોકોનું માનવું છે કે મમતા બેનરજીનો બંગાળના ભાજપમાં તિરાડ પાડવાનો પ્રયાસ હોઈ શકે છે ઉલ્લેખનીય છે કે આની પહેલા ભાજપના મોટા નેતા મુકુલ રોય ની TMC ઘર વાપસી થઈ છે.
રવિવારે રાજભવનમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે પર આયોજિત ચા પાર્ટીમાં મમતા બેનરજીની સાથે ભાજપના નેતા દિલીપ, ગોહિલ તથા ગતરોય સાથે અન્ય વિપક્ષના નેતા હાજર રહ્યા હતા.
સૂત્રો અનુસાર આ દરમિયાન મુખ્યમંત્રીએ દિલીપ ઘોષ ના રાજ્ય સચિવાલયમાં ચા માટે આમંત્રણ આપ્યું હતું, એટલું જ નહી મમતા બેનરજીએ તેમને કાલી માતાની પૂજામાં પણ આવવા નિમંત્રણ આપ્યું હતું.
ત્યારે દિલીપ ઘોષ દ્વારા આમંત્રણ સ્વીકાર્યા બાદ બંગાળ ભાજપમાં આ વાત ની ખૂબ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 બાદથી બંગાળમાં ભાજપને મળેલી સફળતાથી મમતા બેનરજીને મોટો ઝટકો લાગ્યો છે.
ત્યાં સુધી કે વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂળના અનેક નેતા ભાજપમાં સામેલ થયા હતા. જે બાદથી મમતા બેનરજીને લાગે છે કે, ભાજપ બંગાળમાં તેમને ચેલેન્જ આપી રહી છે.
જો કે, વિધાનસભાની ચૂંટણીમાં જીત મળ્યા પછી તેને રાહત મળી હતી. પરંતુ તે ભાજપને હળવાશમાં ન લઈ શકે, એટલા માટે તેમની નજર બંગાળ ના ભાજપના મોટા નેતા પર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!