ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને વજુભાઈ વાળા બાદ પાટીદાર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. માંડવિયા સાથેની બેઠકમાં લેઉવા અને કડવા પાટીદાર એક સાથે હોવાથી રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી આ બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.
કારણ કે પરેશ ગજેરા, જેરામ પટેલ, મોલેશ પટેલ પણ હાજર રહ્યા હતા. જેમાં તેમને પાટીદાર સમાજ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું.
મનસુખ માંડવિયાએ પાટીદારો સાથેની બેઠકમાં પાટીદાર એટલે ભાજપ હોવાનો મત રજૂ કર્યો હતો. આ મામલે પત્રકારોએ નરેશ પટેલને સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ એ મનસુખ માંડવિયા અંગત નિવેદન હોઈ શકે.
આમ નરેશ પટેલ માંડવીયાની નિવેદનને સમર્થન આપ્યું અને તેમને કહ્યું કે, પાટીદાર સમાજના કેટલાક લોકો કોંગ્રેસ અને આપ મા પણ છે. જોકે, તેમણે કેન્દ્રીય કેબિનેટમાં આરોગ્ય મંત્રી તરીકે માંડવી અને સ્થાન મળવા બાબતે ખુશી પણ વ્યક્ત કરી હતી.
ભાજપનો પ્રયાસ છે કે, ચૂંટણી પહેલા પાટીદારોની નારાજગી દૂર કરવામાં આવે. આટલું જ પાટીદારોનાં પ્રશ્નો મામલે પણ ભાજપે રસ દાખવ્યો છે. માંડવીયા એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ છે.
સાથે જ તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે સાથે જ તેમને જણાવ્યું હતું કે, કેટલાક સમય પહેલાં જ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી ચૂકી છે. બીજી તરફ આ તકનો રાજકીય રીતે લાભ લેવાના પ્રયાસ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ લાગી ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!