સોનિયા ગાંધી સાથે બેઠક કર્યા બાદ, શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો.
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે બોલાવેલી વિપક્ષી નેતાઓની ડિજિટલ બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે, જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા માને છે તેઓએ સાથે આવવું જોઈએ. અને સમયબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવા જોઇએ, તેમને દેશના હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારા ધરાવતા પક્ષો ના બેઠક યોજવા ની પહેલી પ્રશંસા કરી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારતમાં હાલની સ્થિતિ ખૂબ નિરાશાજનક લાગી રહી છે. ખેડૂતો ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે. ભારત જેવા લોકશાહી દેશમાં આ એક પીડાદાયક દ્રશ્યો છે.
રાષ્ટ્રમાં આજે આર્થિક મંદી, બેરોજગારી સરહદ વિવાદ, લઘુમતી સમુદાયના મુદ્દાઓ વગેરે સમસ્યાઓ સામે આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર આ તમામ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સામૂહિક રીતે સમયબદ્ધ કાર્યક્રમ શરૂ કરવાની જરૂર છે. અને હું સૂચન કરું છું કે આ બધા મુદ્દાઓ ને એકસાથે ઉકેલાવાને બદલે આપણે પ્રાથમિકતાઓ નક્કી કરીને સામુહિક રીતે આ મુદ્દાઓને એકસાથે ઠીક કરવા જોઈએ.
આપણે તેનો ઉકેલ લાવવા માટે કામ કરવું જોઈએ અને આપણા દેશનું સારું વર્તમાન અને ભવિષ્ય આપવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!