ભાજપ એટલે પાટીદાર મુદ્દે નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે કર્યો હુંકાર..

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે રાજકોટ ખાતે હુંકાર કર્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નિવેદન સામે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, પટેલ સમાજ કોઈના ગુલામ નથી. ભાજપ પોતાનું પાકો કાઢી નાખે નોંધનીય છે કે, મનસુખ માંડવિયા નિવેદનમાં બોલ્યા હતા કે, પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર.

નોંધનીય છે કે, મનસુખ માંડવિયા ને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન મળતા તેમને આ નિવેદન આપ્યું હતું. જેને પગલે પાટીદાર માં રાજકારણ માં હલચલ થઇ હતી.

તેમજ પાટીદાર નેતાઓના આ મુદ્દે અલગ-અલગ નિવેદનો જે તે સમયે સામે આવ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલે પણ આવા તે મૌન તોડ્યું છે, અને નિવેદન આપ્યું છે.ભાજપ દ્વારા અત્યારે જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે.

ત્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સન્માન સમારંભમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે અમરેલીની મેડીકલ કોલેજ ખાતે બોલતા જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે. એ વિધાનસભા માટે નથી લેવાયો.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો.

એ નિમિત્તે તેમના આ સન્માન સમારંભમાં આવેલ સીઆર પાટીલે રમૂજ કરતા એમ પણ જણાવ્યું હતું કે, આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે. આ નિયમ વિધાનસભા માટે નથી એની સ્પષ્ટતા કરી દઉં છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *