કેન્દ્ર સરકારના OBC પર મોટા નિર્ણય બાદ હાર્દિક પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર સર્વે કરે પછી…
કેન્દ્રમાં ઓબીસી કાયદામાં સુધારા નો ખરડો લોકસભામાં રજૂ થયા પછી હાર્દિક પટેલને નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સરકારે સામાન્ય વર્ગમાં આવતી જ્ઞાતિઓને સર્વે કરવો જોઈએ. સમાજના સામાજિક અને આર્થિક સ્થિતિને સમજીને SEBC માં સમાવેશ કરવો જોઈએ. પાટીદાર અનામત આંદોલન પછી કોંગ્રેસમાં ગયેલા હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે.
હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તમામ વિપક્ષોએ ઓબીસી કાયદામાં સુધારાને આવકાર્યો તેમ હું પણ આવકારું છું.કેન્દ્ર સરકારની ઓબીસી કાયદામાં સુધારા ની તૈયારી પછી ગુજરાતમાં પાટીદાર નેતાઓ સક્રિય થઈ ગયા છે.
અનામત આંદોલનનો મોટો ચહેરો હાલ ભાજપના નેતા વરુણ પટેલ નિવેદન આપ્યું છે કે, પાટીદારો અનામતની અમારી માંગ હજુ ઉભી છે, આગળ સમાજ સાથે ચર્ચા કરીશું.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર લોકસભામાં ઓબીસી સમુદાયને અનામત આપતું બિલ રજુ કર્યું હતું. જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બિલને પૂરો ટેકો આપ્યો હતો, જેના કારણે સરકારનું કામ સરળ બન્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારને જ ઓબીસી નું લિસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. જો કે, કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સરકારના સંવિધાન સંશોધન ની મદદથી બદલાવવામાં આવી રહ્યો છે.
આ પહેલા કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે અખિલ ભારતીય કોટો ના આધારે મેડિકલ કોલેજમાં નામાંકન માં ઓબીસી વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આરક્ષણ નો નિર્ણય લીધો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!