સરકારના ધમપછાડા પછી, ભાજપના બે ધારાસભ્યો વચ્ચે થયું સમાધાન, જાણો કોણે કરાવ્યું…

વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ડેરીના ચેરમેન વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ નો અંત આવ્યો છે. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદાર ના આક્ષેપો અને ડેરીના ચેરમેન દિનુમામા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ ભાજપના નેતાઓ વચ્ચે સમાધાન થયું છે. એ મહત્વનું છે કે, સાવલી ભાજપના એમ.એલ.એ કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા વહીવટને લઇને મોટા આરોપ લગાવ્યા હતા.

સહકાર મંત્રી ઈશ્વર પટેલ ને પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તો બીજી તરફ ડેરીના ચેરમેન દિનુમામા એ પણ કહ્યું હતું કે એમ.એલ.એ કેતન ઇનામદાર મારા સાહેબ કે અધિકારી નથી, અને ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવું નથી.

પણ જો ઇનામદાર ને સરકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડીટ કરે એમ કહીને દિનુ પટેલે પણ ઇનામદાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

પરંતુ હવે બંને વચ્ચે સમાધાન થયું હોવાનું મનાઈ રહ્યું છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સાવલીના ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઘણો બન્યો હતો.

બંને એકબીજા પર શાબ્દિક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં બન્ને નેતાઓની સામે બેસાડી વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો.

વડોદરાના પાદરામાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના દિનુમામા અને કેતન ઈમાનદાર એકબીજાને મળવાનું ટાળતા મુખ્યમંત્રીએ કેતન ઇનામદાર અને દિનુમામા વચ્ચે ચાલી રહેલા આક્ષેપો અને શાબ્દિક યુદ્ધ નો જલ્દીથી નિવારણ લાવવા માટે જિલ્લા ભાજપના મોવડી મંડળ ને સૂચના આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *