આશાબેન પટેલના નિધન બાદ ઊંઝા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનાં આ દિગ્ગજ નેતાને મળશે ટિકિટ

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં મહેન્દ્ર પટેલ ઉમેદવારી કરે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીએમસી સુરત કમિશનર તરીકે પ્રદેશ પ્રમુખ છે. પાર્ટીને મદદ કરનાર તથા આનંદીબેન પટેલના નજીક ગણાતા મહેન્દ્ર પટેલ ભાજપમાં હોદ્દા પર કાર્યરત છે.

પૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં કમિશનર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. સૂત્રો અનુસાર હાલ સુરતમાં મહેન્દ્ર પટેલ કલેકટર તરીકે હતા.

તે વખતે હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ઘરોબો કેળવ્યો હતો. આજ મહેન્દ્ર પટેલ છેલ્લા કેટલાય વખતથી રાજકારણમાં સક્રિય થયા છે.

ઊંઝામાં આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું તે વખતે મહેન્દ્ર પટેલ ભાજપની ટિકીટ મેળવી ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ચર્ચામાં આવ્યા હતા.

પણ સ્થાનિક અને રાજકીય સમીકરણ બંધ ન બેસતા ભાજપે ટિકિટ આપી નહોતી. આખરે નિવૃત્તિ બાદ ઉપપ્રમુખ પદ આપી સીઆર પાટીલે મહેન્દ્ર પટેલે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ નિધનને કારણે બેઠક પર પેટાચૂંટણી મા મહેન્દ્ર પટેલ ની ઉમેદવારી થાય તેવા સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે.

મહેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવી છે, અને તેઓ સુરતમાં કલેક્ટર તરીકેની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *