Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતમાં શું AAPની એન્ટ્રી બાદ, કોંગ્રેસે ગુજરાતમાં વાપસી ની આશા છોડી દીધી ? - GUJJUFAN

ગુજરાતમાં શું AAPની એન્ટ્રી બાદ, કોંગ્રેસે ગુજરાતમાં વાપસી ની આશા છોડી દીધી ?

શું કોંગ્રેસે ગુજરાતમાં વાપસીની આશા છોડી દીધી છે ? શું પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે ગંભીર નથી ? શું પાર્ટી આ વખતે ચૂંટણી જેમ ભાજપને નહીં હરાવી શકે ? જય ગુજરાત કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તાના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કારણ કે, ગુજરાત ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ઉમદા પ્રદર્શન બાદ તેવી આશા જાગી હતી કે, કોંગ્રેસ હવે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લેશે.

પરંતુ ગત ચાર વર્ષમાં પાર્ટી સંગઠન સતત નબળું પડી રહ્યું છે. પાર્ટીની અંદરો અંદર જ નેતાઓમાં મતભેદ જોવા મળી રહ્યો છે. પાર્ટીના એક ડઝનથી વધુ ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.

પાર્ટી ના બાકી ના ધારાસભ્ય પણ પોતાની રીતે અલગ અલગ અનુભવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ગુજરાતને લઈને પાર્ટી કેટલી ગંભીર છે તેનો અંદાજ તેનાથી લગાવી શકાય કે ગત ત્રણ મહિનામાં કોઈ પ્રદેશ પ્રભારી નથી.

રાજ્યસભા સાંસદ રાજીવ સાતવા નિધન થયા બાદ મે મહિનાથી આ પદ ખાલી પડ્યું છે. પાર્ટી નેતૃત્વએ પણ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સાથે સંગઠનને લઈને કોઈ ચર્ચા કરી નથી. પાર્ટી નેતાનું કહેવું છે કે, ભાજપ ગત વર્ષે પોતાની સ્થિતિ મજબુત બનાવી છે.

ચૂંટણીમાં હજુ એક વર્ષનો સમય બાકી છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. ભાજપ સતત મહેનત કરી રહ્યું છે સાથે જ કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કોઈ પ્રયત્ન કરી રહી નથી.

વરિષ્ટ નેતા અહેમદ પટેલના નિધન પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સાથે જ ગત ચૂંટણીની જેમ આ વખતે પાટીદાર આંદોલન નથી દલિત અને અન્ય બીજી જાતિઓમાં ભાજપે પોતાની સ્થિતિ મજબુત બનાવી લીધી છે. તેવામાં કોંગ્રેસ સામે સતત પડકાર અને ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *