હવામાન વિભાગ બાદ હવે અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે પડશે વરસાદ
વરસાદની અછતને કારણે આ વર્ષે જગતના ખેડૂતોમાં ચિંતા નો માહોલ છે. આ તરફ પહેલા હવામાન વિભાગની આગાહી બાદ હવે હવામાન અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, 25 ઓગસ્ટ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
આ સમાચારને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, જે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા હતા.હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા 28મી ઓગસ્ટે પંચમહાલ, નર્મદા, છોટે ઉદયપુર તેમજ ડાંગમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આગાહી ને લઈને સિંચાઇના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતો સિવાય સામાન્ય લોકો પણ છેલ્લા કેટલાક સમયથી રાહ જોઇ રહ્યા છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, અરબ સાગરમાં ભેજને લીધે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર નું પાણી પાકો માટે સારું નથી ગણાતું.
જો કે બીજી તરફ 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા વિસ્તારમાં પણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે. સાથે જ 6 સપ્ટેમ્બર બાદ પંચમહાલમાં પણ વરસાદની સંભાવના નોંધાઇ રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!