વિજય રૂપાણીના રાજીનામા બાદ વજુભાઈ વાળાએ જબરજસ્ત આપ્યો જવાબ, કહ્યું કે..
ગુજરાત ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર વિજયભાઈ રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યારે પણ આપણને સૌને અચાનક લાગ્યું હતું. અને વિજય ભાઈ કે નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ નવાઈ લાગી હતી.
પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ જ બહુ જાણીતો છે. ઘરે ઘરમાં અચાનક જેવું કાંઇ જ હોતું નથી આ બધું પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.
વજુભાઈ વાળા સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ જવાબદારી તમે નિભાવશો ?
આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કમાન પાસે એવી વધુ પ્રમાણ ની અપેક્ષા રાખતો જ નથી. હું માત્ર એટલું જ કહું છું કે, હું પાર્ટીનું કાર્યકર્તા હતો,છું અને ભવિષ્યમાં રહેવાનો છું.
પાર્ટી જી કામ આપે છે, તે મારે કરી બતાવવાનું છે. સાથે જે એવું પણ જણાવ્યું હતું કે, મારા કરતા એવા કોઈ કાર્યકર્તાને જવાબદારી સોંપે છે. લાંબા સમય સુધી પાર્ટી ને કામ આપી શકે.
ગુજરાતમાં જ્ઞાતિવાદના ફેકટરને લઈને વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્ઞાતિવાદનું ફેક્ટર કામ કરતું જ નથી. જે કાર્ય કરતાં સનિષ્ઠ હોય અને પાર્ટીને નામના કમાવી આપે તેવા જ કાર્યકર્તા ને પાર્ટી જવાબદારી આપે છે. વિજયભાઈ કે નરેન્દ્ર ભાઈ કોઈ જ્ઞાતિ આધારે થોડા મુખ્યમંત્રી બન્યા ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!