સમાચાર

હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કોની આગાહી સાચી..

ગુજરાત રાજ્યમાં થોડા દિવસથી સારો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકોમાં આગામી સમયમાં વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, સિધ્ધપુર, વિસનગર, પાટણ માં સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિતના રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ થશે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને લઇને આગાહી આપી છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઈવે અને અનેક ઓવર બ્રિજ તૂટી પડયા છે. અને ગુજરાત રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *