ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે આવવાની ગોઠવણ માં લાગી ગઈ છે. જો કે સૌથી મોટી વાત એ છે કે, રાજકીય પાર્ટીએ એકબીજા સામે આક્ષેપ અને પ્રત્યક્ષ એપ કરે અને કોઈ લલકાર આપે તે વાત સ્વાભાવિક લાગે પણ એ બધું ત્યારે થઈ શકે, જ્યારે પાર્ટીની અંદર એકતા અને સામેની પાર્ટી સામે લડી લેવાની એકજૂટતા આપણામાં હોય.
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ રેલીઓ અને જાહેર સભા કરી માહોલ સેટ કરવામાં લાગી ગઇ છે. જો કે, આ વખતે ભાજપ માટે નવો પડકાર આવ્યો છે.
ગુજરાતમાં હાલ ચૌધરી સમાજનો યુવાવર્ગ ભારતીય જનતા પાર્ટી થી નારાજ છે. યુવાનોમાં ભરપૂર રોષ સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે.
અગાઉ થોડા સમય પહેલા વડગામ ભાજપના પ્રમુખ દ્વારા બોલાયેલા શબ્દો બાદ વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના વિરૂદ્ધ એક્શન ન લેવાતા યુવાનો ગુસ્સે થયા છે.
વારંવાર રજૂઆત કર્યા છતાં તાલુકા ભાજપના પ્રમુખને સસપેન્ડ ન કરતાં ચૌધરી સમાજના યુવાનોએ સી.આર.પાટીલ મારો શરૂ કર્યો હતો.યુવાનો દ્વારા તો એવા પણ નિર્ણય લેવાઈ શકે છે.
ચૌધરી સમાજના એક પણ આગેવાનો મંચ પર બેસવા નહીં દેવાય. મગરવાડા ખાતે વડગામ તાલુકાના દરેક ગામના ત્રણ ત્રણ યુવા પ્રતિનિધિઓની બેઠક મળી હતી.મહેસાણા, ખેરાલુ, માણસા, થરાદ, ડીસા, વિસનગર, ભાભર, ધાનેરા, ઈડર, મોડાસામાં જઈને વડગામના યુવા પ્રતિનિધિઓ બેઠક કરશે.
આ મહાબેઠક ભાજપ કાર્યાલય નો ઘેરાવો કરવાનો કાર્યક્રમ કરી તેવી પ્રબળ શક્યતાઓ હાલત થઈ રહી છે.ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોની વાતને નજરઅંદાજ કરતા ભાજપ વિરોધ રોષ ફેલાઇ રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!