Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ફરી સમગ્ર ગુજરાતમાં આ તારીખે મેઘરાજા બોલાવશે ધબડાસટી, માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના - GUJJUFAN

ફરી સમગ્ર ગુજરાતમાં આ તારીખે મેઘરાજા બોલાવશે ધબડાસટી, માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના

રાજ્યમાં આગામી બે દિવસ કેટલાક વિસ્તારમાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ભરૂચ, સુરતના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે હાલ ભારે વરસાદ ને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્યારે આગામી તારીખ 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સારા વરસાદને લઈને એધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે,

તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં સીઝનનું 101.7 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સીઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યના 66 તાલુકામાં 40 ઇંચ થી વધારે વરસાદ થયો છે. રાજ્યના 122 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ થયો છે. તો રાજ્યના માત્ર એક તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *