કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત, પાક નુકસાન રાહત અંગે ખેડૂતોને મળશે વળતર

કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન ને લઈને ખેડૂતોને સહાય ચૂકવશે તેવી જાહેરાત કરી છે. જુલાઈ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને પાકના 33 ટકાથી વધુ નુકસાન ની સરકાર સહાય ચૂકવશે. ચોમાસા દરમિયાન વરસાદની નવ જિલ્લાઓમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના અહેવાલ અનુસાર આ મહિનાના અંતમાં ખેડૂતોને અહેવાલ આવી જશે. બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી.

આ બંને જિલ્લાના ખેડૂતોને પણ સહાય આપવામાં આવશે. તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોને નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેવી કૃષિ મંત્રી એ દાવો કર્યો છે. નુકસાનના અહેવાલ મહિનાના અંતમાં આવી જશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક નુકસાન થયું છે. ત્યારે રાઘવજી પટેલ દ્વારા આજે સત્રમાં ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સહાય ટૂંક સમયમાં આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ તબક્કા વાઇસ ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. અચૂક જામનગરમાં પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે. જેના સર્વે અનુસાર ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

જુલાઈ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને પાકના 33 ટકાથી વધુ નુકસાન ની સરકાર સહાય ચૂકવશે. ત્યારે રાઘવજી પટેલ દ્વારા આજે સત્રમાં ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.