Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ માં ધરખમ વધારો - GUJJUFAN

અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ માં ધરખમ વધારો

દરેક માર્કેટયાર્ડમાં અજમાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. માર્કેટયાર્ડમાં અજમાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1050 રૂપિયાથી લઈને 1140 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1176 રૂપિયાથી લઈને 1380 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

અમરેલીના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1151 રૂપિયાથી લઇને 1300 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1200 થી લઈને 1360 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1270 રૂપિયાથી લઈને 1330 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. જામનગરના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1100થી લઈને 1350 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે.

બોટાદના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં હજુ પણ અજમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *