Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તમામ રેકોર્ડ તૂટયો ! વિશ્વ બજારમાં પહેલીવાર સિંગતેલના ડબ્બાના ભાવ 2810ને પાર... - GUJJUFAN

તમામ રેકોર્ડ તૂટયો ! વિશ્વ બજારમાં પહેલીવાર સિંગતેલના ડબ્બાના ભાવ 2810ને પાર…

તમામ ખાદ્ય તેલ ઓલટાઇમ હાઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના રોજ મુશ્કેલીઓ વધતી જાય છે રાજકોટમાં સીંગ તેલના ડબ્બાનો પહેલીવાર ભાવ રૂપિયા 2800ની પાર પહોંચી ગયા છે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે સિંગતેલનો ભાવ 2810 રૂપિયા બોલાય રહ્યો છે. પામ તેલ માં બે દિવસમાં 80 રૂપિયા ના ભાવ વધારો થયો છે.

અને પામ તેલ ના ડબ્બા નો ભાવ 2570 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ વધીને 2750 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પામ તેલ નો ભાવ ઊંચકાતાં સીંગતેલ અને કપાસિયા તેલમાં તેજી જોવા મળી રહી છે. પામ તેલ ના ભાવ 15 મે બાદ આવી શકે છે,

ઇન્ડોનેશિયા નિકાસ બંધ કરતાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પીસાઇ રહી છે. તેલના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરેક વસ્તુના ભાવ બમણા થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. આજે તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

સીંગતેલના ડબ્બાનો ભાવ 2810 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2750 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *