ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ત્રણેય રાજકીય પક્ષો ઉતર્યા મેદાનમાં, જાણો.
રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ ગતિવિધિ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા જોરદાર પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન ને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. કારણ કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તમે પણ પૂર્ણ થઈ ગયું છે. અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બે વખત હાઈકોર્ટમાં પોતાનું રાજીનામું પણ આપી દીધું છે.
પરંતુ આ પદ પર હજી કોઈની નિમણૂક નથી કરાઈ. હવે પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની જવાબદારી કોના હાથમાં સોપે છે. એ બાબતમાં ચર્ચા એ વેગ પકડ્યો છે. કારણકે 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે.
તેમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોણ એવો નેતા મળશે કે કોંગ્રેસ ની સીટો માં વધારો કરી શકે. 2017 માં કોંગ્રેસ પાર્ટી સત્તા નજીક પહોંચતા પહોંચતા રહી ગઈ હતી.
ત્યારે હવે આ કમાન્ડ અને નેતૃત્વ ઉપર જ ભરોસો મૂકે છે કે, પછી નવો ચહેરા ની નવી રણનીતિ સાથે મેદાનમાં ઊતરશે તે આગામી સમયમાં જુઓ રહ્યું જે વર્ષ 2024 માટે પણ કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવ નિધન બાદ એ પણ ખાલી પડી સીટ પર કોનું નિયુક્ત કરે છે તે જોવું રહ્યું.જેના ઉપર નિયુક્તિની જાહેરાત હજી બાકી છે.
પ્રદેશ સંગઠનના પ્રભારી જવાબદારી સોંપાયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ની નિયુક્ત માટેના રસ્તાઓ ખોલશે તેવું માનવામાં આવી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!