અલ્પેશ કથીરિયા ની મોટી જાહેરાત / 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલનને ફરીથી સક્રિય કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ…

પાટીદાર સમાજના પ્રશ્નોને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ અને માતૃ સંસ્થાના પ્રતિનિધિઓ અન્ય રાજ્યોના આંદોલનકારીઓ અને ગુજરાતના અન્ય સંગઠનના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગ અને ચિંતન શિબિરનું આયોજન નવરાત્રીના ત્રણ દિવસ પહેલા એટલેકે 4 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.

આ મિટિંગમાં દરેક રાજકીય પક્ષોની વિચારધારા સાથે આંદોલનકારી હાજર રહેવાના છે. અને આ મહત્વપૂર્ણ મિટિંગ બાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિનઅનામત વર્ગના 10% EWS નો લાભ મળતો થયો છે. ત્યારે વર્ષ 2017 થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તે મુજબ પડતર માંગણીઓ બાબતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિટિંગની અંદર ભારત સરકારના બંધારણીય સુધારા 127 મુજબ રાજ્ય સરકારને આપવામાં આવેલા અધિકાર મુજબ પાટીદાર સમાજની અનામત માંગણી બાબતે સર્વે ની અરજી બાબતે સહિત પરિવારને નોકરી આપવાની માંગણી નો ઉકેલ લાવવા બાબતે રજૂઆત.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા બાબતે રજૂઆત, મહિલા અનામત બાબતે રજૂઆત, અને જિલ્લા તાલુકા લેવલ સામાજિક સંગઠન બાબતે ના મુદ્દા પર મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે.

ગાંધીનગર ખાતે યોજાનારી આ મિટિંગમાં પાટીદાર સમાજનાં અનેક મુદ્દા પર ચર્ચા થવાની છે. અને ત્યાર બાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *