Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અલ્પેશ કથીરિયા નો હુંકાર કહ્યું કે, અમારી માંગ નહીં સ્વીકારાય તો... - GUJJUFAN

અલ્પેશ કથીરિયા નો હુંકાર કહ્યું કે, અમારી માંગ નહીં સ્વીકારાય તો…

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાએ એક ઇન્ટરવ્યૂમાં પાટીદાર સમાજની બે માંગણીને લઇને ચર્ચા કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલ યુવાનોના પરિવારના સભ્યોને નોકરી આપવાની માંગણી અને પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવાની માગણી પર આગામી દિવસોમાં કેવી રહેશે તે અલ્પેશ કથીરિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર સમાજની ખૂબ જ બહોળી વસ્તી છે કોઈપણ એક પક્ષની સાથે સંપૂર્ણ સમાજ જોડાયેલો હોય તેવું ક્યારેય પણ નહીં કહી શકાય. આ નિવેદન સાથે હું સહમત નથી.

ગુજરાતનો પાટીદાર સમાજ અલગ-અલગ વિચારસરણી ધરાવે છે, અને અલગ અલગ પક્ષ સાથે તેમનો લગાવ હોય છે. તે રીતે મત પણ જતા હોય છે, એટલે કે કોઈ એક સમાજ એક પગ સાથે જોડાયેલ હોય તેવું ન કહી શકાય.

2015 થી લઈને 2021 માં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે છથી સાત વર્ષની હિસ્ટ્રી જોઈએ તો 2015માં કોંગ્રેસને સફળતા મળી. 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વધારે બેઠક મળી, ભલે સરકાર ભાજપની રહી, પરંતુ કોંગ્રેસ ઘણી બધી ઉપર આવી.

ત્યારબાદ 2019માં ભાજપને સંપૂર્ણ સમર્થન મળ્યું. 2021માં ભાજપને મહત્તમ સફળતા પ્રાપ્ત થયેલ 2021માં આમ આદમી પાર્ટી પણ ઘણી જગ્યાએ સફળ છે. અને કોંગ્રેસનો ગ્રાફ નીચો રહ્યો છે.

આના પરથી એવું કહી શકાય કે, લોકો દરેક સમય અને સ્થિતિ પ્રમાણે નિર્ણય લેતા હોય છે. એટલું જ નહીં કે આ સમયે કોઇપણ સમાજ એક પક્ષ સાથે જોડાયેલો છે.

ચૂંટણી સમયે પક્ષની શું સ્થિતિ છે. કે વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે. પક્ષ દ્વારા શો જાહેરાત કરવામાં આવે છે.આ બાબતને જોઈને ગુજરાતની જનતા દરેક વખતે ચોક્કસ નિર્ણય કરતી હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *