અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાશે ! તેને લઈને જગદીશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ કર્યો મોટો ખુલાસો…

ગુજરાત કોંગ્રેસની યુવા નેતાગીરીના જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ કોંગ્રેસને જોશ કરી રહ્યા છે. તો નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર આક્રમક રીતે શરૂઆત કરી છે. ઠાકોર સમાજ ના નેતા અને કોંગ્રેસ છોડી ગયેલા અલ્પેશ ઠાકોર ની ચર્ચા થાય તે અપેક્ષિત છે. જગદીશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી એ વાતચીત દરમ્યાન અલ્પેશ ના મુદ્દે કઈક અલગ અલગ સૂર સાંભળાવા મળ્યા છે.

જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ આવનારા દિવસોમાં ભાજપને જોરદાર જવાબ આપશે. અને આના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

યુવા નેતાગીરી સિનિયર નેતાઓની સાથે કામ કરીને નવી દિશામાં આગળ વધી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મેવાણી એ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં પાછા આવવા માંગતા હશે તો તેમનું સ્વાગત છે.

અને તેમના તેડવા માટે તેમને ઘરે જઈશું. અને જગદીશ ભાઈ ને પણ સાથે લઈ જઈશું જીગ્નેશ મેવાણી અલ્પેશ ઠાકોર અંગે કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તેમના નિવેદનમાં કહ્યું,

અલ્પેશ ઠાકોર નું નામ લેવાનું ટાળ્યું હતું. તેમને કહ્યું કે, જે લોકો કોંગ્રેસની વિચારધારામાં માને છે તે તમામ લોકો નું સ્વાગત છે. જે લોકો કોંગ્રેસમાં આવવા માંગે છે તેમના મુદ્દા શું છે.

તે અંગે હાઈ કમાન્ડ અને પ્રદેશ નેતાગીરીની સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. અલ્પેશ ઠાકોરના પ્રશ્ને જગદીશ ઠાકોર જવાબ આપ્યો નહોતો. અને તેમને ગોળ ગોળ કરીને વાતો કરી હતી.

જ્યારે જીગ્નેશ મેવાણી એ સીધી અને સ્પષ્ટ વાત કરીને અલ્પેશ ઠાકોર ને ખુલ્લું નિમંત્રણ આપ્યું હતું. હવે જોઈએ કે ઠાકોર સમાજનું આ રાજકારણ કેટલા અને કેવા પડખા બદલે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *