અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા, શું કાર્યવાહી થશે..
ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઠાકોરે મહામારી ની ગાઈડ લઈને ધજાગરા કર્યા છે. મહામારીની બીજી લહેરનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા લોકોને થોડી વધારે છૂટછાટ આપવામાં આવી છે. ક્યારે લગ્ન પ્રસંગમાં 150 અને અંતિમસંસ્કારમાં 40 લોકોને ભેગા થવા માટે છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક અને રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમમાં 400 લોકોને એકઠા થવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
ત્યારે લોકોને એકઠા કરવાની મંજૂરી મળતા જ ભાજપના નેતા એ નિયમો ના ધજાગરા ઉડાડવાનું શરૂ કરી દીધું હતું.અત્યારે સરકાર દ્વારા છૂટછાટની ગાઇડલાઈન તૈયાર કરવામાં આવી છે.
તેમાં 100 લોકો ની મર્યાદા હતી, ત્યારે ભાજપના નેતાઓએ નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. અને હવે 400 લોકોની મર્યાદા છે, ત્યારે પણ નિયમોના ભંગ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે તેમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. આ કાર્યક્રમમાં લોકોએ અને સામાજિક અંતર ના નિયમો ના ધજાગરા કર્યા હતા.
માહિતી અનુસાર રાધનપુરમાં ગુજરાત ઠાકોર એ ક્ષત્રિય સેના ની પ્રદેશ કારોબાર બેઠક મળી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો એકઠા થયા હતા.
બેઠકમાં અલ્પેશ ઠાકોરે તો માસ્ક પહેર્યુ હતું, પરંતુ મોટી સંખ્યામાં લોકો હાજર હતા તેઓએ માસ પહેર્યું નહોતું. રાધનપુરમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા, તેને લઈને પોલીસે શા માટે કાર્યવાહી ન કરી તેને લઇને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, સામાન્ય લોકો જો નિયમનો ભંગ કરે તો તેમની પાસેથી તાત્કાલિક દંડ વસુલ કરવામાં આવે છે. અને વ્યક્તિ દંડ ભરવાની ના પાડે તો તેની સામે ફરિયાદ નોંધવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!