અંબાલાલ પટેલે કરી વાવાઝોડા સાથે ભારે વરસાદની નવી નકોર આગાહી, 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે..

ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હજુ રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, અને આ પરટો દિવાળી સુધી આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ ની આગાહીના અનુમાન મુજબ તારીખ 14 થી 17 ઓક્ટોબર દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળશે. ધીમે ધીમે ઇશાન તરફ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો જોવા મળશે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હસ્તનક્ષત્રમાં વરસાદ ગાજે તો આવતા વર્ષનો કોલ ગણાય છે. આવતું ચોમાસુ સારું જાય છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર એશિયા ખંડના દેશોની અસર સમુદ્રના પ્રવાહોની અસર અંગે અભ્યાસ કરવાની જરૂર છે.

ભારતના હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પછીની વિક્ષેપોના કારણે દેશના ઉત્તરીય પર્વતો પર વાદળો છવાશે, અને દિવાળી આસપાસ વાતાવરણમાં પલટો આવશે.

19 નવેમ્બર આસપાસ દરિયા દક્ષિણ ભારતમાં મારફાલ વાવાઝોડું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન સુકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વડોદરા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં સારા વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો જોવા મળશે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *