Uncategorized

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી..

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે મેઘરાજાએ વિરામ લીધો છે. આ વખતે રાજ્યમાં ચોમાસાની શરૂઆત તો વહેલી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે.

એક તરફ ખેડૂતોના પાકને પાણીની ખૂબ જ જરૂર છે, ત્યારે બીજી તરફ ઓગષ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું હોવા છતાં વરસાદ આવ્યો નથી. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં હવે આ મહિનામાં વરસાદ થાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.

લાંબા સમયથી વરસાદ ન થતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હજુ ફરી એકવાર ચોમાસું સક્રિય થશે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે, 15 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ સર્જશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સજાશે.

દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ થશે 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમજ 21 થી 23 અને 25થી ૨૮ ઓગસ્ટ માં વરસાદ સારા પ્રમાણમાં રહેશે, તેવા એનો વ્યક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં સારો એવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *