અંબાલાલ પટેલે વાવાઝોડાની કરી મોટી આગાહી, આ વિસ્તારોને કરાય એલર્ટ

હાલ ઠંડીનો માહોલ થોડાક અંશે ધીમો પડી ગયો છે, કારણકે વાતાવરણમાં વાદળો બંધાવવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે ઠંડી ઓછી થઈ છે એટલે એમ ના સમજતા કે ઠંડી હવે ધીમે ધીમે જતી રહેશે, અને ઉનાળા શરૂ થઈ જશે. હવામાન વિભાગે મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અને હવામાં નિષ્ણાતે જણાવ્યું છે કે, હાલ બે થી ત્રણ દિવસ સુધી ઠંડી પડવાની કોઈ શક્યતા નથી.

પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી ના સમાચાર મળતાં ખેડૂતોમાં ચિંતાની વાતાવરણ થયું ગયું છે.

કારણ કે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો મારે તેવું લાગી રહ્યું છે. અને હવામાનની અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય રહેલો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં ચાર દિવસ સુધી ઠંડી ધીમે-ધીમે ઘટતી જશે અને ત્યારબાદ અચાનક જ ગાઢ થઈ જશે.

આવતા અઠવાડિયે ગુજરાતના દરીયાકિનારે અતિશય ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે આવતીકાલથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે.

દરિયામાં ભારે મોજા ઉછળે તેને કારણે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  દરિયામાં ફુલ ઝડપથી પવન ફૂંકાવાની અત્યારથી શરૂ થઈ ગયું છે.

તેને કારણે ખેડૂતોને દરિયાકિનારે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. હાઇવે ઉપર ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકો મુશ્કેલી જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *