રાજ્યમાં ખેડૂતો સહિત સામાન્ય જનતા પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. લાંબા સમયથી વિરામ લીધો છે, જેને કારણે લોકો અનેક ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં 17 મી ઓગસ્ટ થી અનેક વિસ્તારમાં સારા વરસાદની અને ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.
જાણીતા હવામાન અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આથી ગુજરાતમાં સામાન્ય વરસાદના આગમનના એંધાણ નોંધાઈ રહ્યા છે.
તેવામાં તેમણે વધુમાં જણાવ્યું છે કે, 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે.. તેનાથી ખેડૂતોના પાકને બચાવી શકાય છે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે.
સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચોમાસા નો રાઉન્ડ શરૂ થશે. સમગ્ર રાજ્યમાં તારીખ 19 થી ભારેથી અતિભારે વરસાદના શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
19મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા પડશે, તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!