Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલે કરી આગાહી, 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા. - GUJJUFAN

અંબાલાલ પટેલે કરી આગાહી, 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા.

હવામાન વિભાગ દ્વારા આજે મહત્વની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે, શ્રાવણ મહિનામાં મેઘરાજા ભારે વરસાદની સાથે આવશે. આ મહિનામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પૂર્વીય ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સમાન રહ્યું છે. આગામી પાંચ દિવસોમાં ઉત્તર પૂર્વ અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વ્યાપક વરસાદ ની પ્રવૃત્તિ ની અપેક્ષા છે.

લોકો હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આનું કારણ એ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા નથી. હાલમાં ઓગસ્ટ સુધીમાં વરસાદમાં 44 ટકા ઘટાડો નોંધાયો છે.

ઓગસ્ટ પહેલા અઠવાડિયા સુધી સરેરાશ 450 મીમી વરસાદ પડે છે વર્તમાન ચોમાસામાં અત્યાર સુધી માત્ર 253 મીમી વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે બંગાળની ખાડીમાંથી મજબૂત દક્ષિણ પશ્ચિમ પવનોનો પ્રભાવ હેઠળ આ વિસ્તારોમાં વરસાદ ની તીવ્રતા વધશે, તેવી ધારણા લગાવવામાં આવી છે.

પરિણામે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં 11થી 13 તારીખ સુધી વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશ,  મધ્ય મહારાષ્ટ્ર,  છત્તીસગઢ, અંદમાન નિકોબાર ટાપુઓ અને લક્ષદીપ,  પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા માં વરસાદ વાવાઝોડા સાથે વરસાદ છે. તે ઉપરાંત બંગાળ, ઓડીસા, ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ વગેરે જગ્યાએ વરસાદ જોવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *