સમાચાર

અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મન મૂકીને વરસશે.

ગુજરાતમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની વરસાદ ની લઈને એક મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરતા જણાવ્યું છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયા માં ચોમાસુ જામી શકે છે. જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે, 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

આ તરફ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સારો એવો વરસાદ પડી શકે તેવા એંધાણ આપ્યા છે.

તેમજ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળશે. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જામશે.

જેને લઇને અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સારો વરસાદ થઇ શકે છે.

જોવા જઈએ તો ગુજરાતમાં પણ હજુ સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે, જોઈએ તેવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે, અને અન્ય કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદ ના સમાચાર સાંભળીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *