Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલ ની મોટી આગાહી / આ જગ્યાએ ટકરાઈ શકે છે વાવાઝોડું, ગુજરાતમાં થશે ભારે વરસાદ - GUJJUFAN

અંબાલાલ પટેલ ની મોટી આગાહી / આ જગ્યાએ ટકરાઈ શકે છે વાવાઝોડું, ગુજરાતમાં થશે ભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરતા કહ્યું છે કે, ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

તો ઓક્ટોબર ના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસાનું અંત આવી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ કયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. સાથે જ ગાજવીજ સાથે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 2005 પછી સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વખત બંગાળના ઉપરવાસમાં વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી પણ છે. તેમણે આંધ્ર અને ઓરિસ્સામાં પરા વાવાઝોડું ટકે તેવો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ નું અનુમાન છે.

ત્યારે હવે ગુજરાતમાં ભારે વરસાદ બાદ ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ લેશે તેવું પણ અંબાલાલ પટેલે તેમણે કહ્યું હતું કે, ઓક્ટોબર ના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસા ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. ત્યાં સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડે તેવી પણ આગાહી વ્યક્ત કરી હતી.

મહત્વનું છે કે, ગુજરાતમાં હવામાન વિભાગે પણ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે. ગુજરાતમાં પડેલા સારા વરસાદથી રાજ્યના ડેમના પાણીમાં સારી આવક થઈ છે.

સાર્વત્રિક વરસાદને કારણે નદી-નાળાં સરોવર ડેમ નવા નીર આવતા ગુજરાત પરથી જળસંકટની આફત ટળી છે. તો બીજી તરફ ખેડૂતોના સિંચાઇના પ્રશ્નોનો હલ થયો છે.

સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *