સમાચાર

અંબાલાલ પટેલની મોટી આગાહી / ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામશે.

લાંબા સમયના વિરામબાદ ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદને લઈને હવામાન અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 14 ઓગસ્ટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સમયમાં સારા એવા વરસાદના એંધાણ નોંધાયા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ખેડૂતોને ઓગસ્ટ મહિનામાં વરસાદ થી લાભ થશે, અને ખેડૂતોને ચિંતા મુક્ત થશે. તો બીજી બાજુ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામશે. અંબાલાલ પટેલ ની હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ ગાભા કાઢી નાખશે.

આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સીઝનનો વરસાદ ખાબકયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 22.55 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ સાથે 36% વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *