અંબાલાલ પટેલ ની આગાહી / ગુજરાતમાં ખેડૂતોનો પાક નિષ્ફળ નહિ જાય, આ તારીખે સારો વરસાદ થશે.

ગુજરાતમાં હાલ વરસાદની અછત છે, જેને કારણે રાજ્યમાં દુકાળ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે પણ હવે ચોમાસુ પોતાના અંતિમ તબક્કામાં હોવાને કારણે વરસાદની શક્યતા નહીંવત હોવાની વાત કરી છે.

તેવામાં સ્થાનિક હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું નથી. વરસાદની અછત વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ની વરસાદ ની લઈને ગુજરાત માટે ખૂબ જ રાહત રૂપિયા આગાહી કરી છે.

બંગાળના ઉપસાગર વહન ની પ્રક્રિયા સક્રિય થતા તારીખ 29, 30 થી દેશમાં વરસાદની રિ-એન્ટ્રી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 29 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ થઇ શકે તેવું જણાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં 29 થી 31ઓગસ્ટ દરમ્યાન હવામાન મોટો પલટો આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે 3 થી 10 સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સપ્ટેમ્બર 6 થી 8માં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં 6 થી 10 તારીખ સુધી સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મહદંશે દરિયાકિનારાના ભાગમાં શાળા વરસાદની શક્યતા કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *