અંબાલાલ પટેલ ની આગાહી : જાણો આ અઠવાડિયે ક્યાં થશે ભારે વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય છે, ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ વધુ એક મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 35.24 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તો ૨ અને ૩ ઓગસ્ટના રોજ અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય છે જેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
વિધ્યાચલ પર્વતમાં વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેશે. તેમજ રાજસ્થાન, ઉત્તર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તાર માં વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છના ભાગોમાં એકથી બે ઇંચ વરસાદ ની શક્યતા છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી લીલી જમીનમાં કૃષિ કાર્યો કરવા ન જોઈએ, કૃષિ ભાગમાં જીવાત પડવાની સંભાવના છે. પાક સંરક્ષણના પગલાં લેવા સારા છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!