સી આર પાટીલ ના નિવેદન પર અંબરીશ ડેર નું પ્રહાર, રાજુલામાં રેલ્વે જમીન મારા માટે..
રાજુલામાં રેલવેની જમીન મામલે કોંગ્રેસ અને ભાજપે સામે સામે પ્રહાર કર્યા છે. અમરેલીમાં સીઆર પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, કેટલાક લોકોએ રાજુલામાં રેલવેની જમીન બગીચા માટે પડાવી લેવાના પ્રયાસ કર્યો.
જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર એ પણ જવાબ આપ્યો હતો કે, ડરે એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સીઆર પાટીલે નારણ કાછડિયા ની પીઠ થાબડી એ દુઃખદ બાબત છે. સંસદને જોઈતો હોય તો લઈ લે પરંતુ રાજુલા સાથે અન્યાય ન કરે. ગુજરાતમાં રેલ્વેની 2 હજાર હેકટર જમીન સરપ્લસ છે.
રાજુલા નગરપાલિકા એ પત્ર લખી જમીન બ્યુટીફીકેશન માટે માંગી હતી. ભાવનગર ડી.આર.એમ અને MOU પણ થયા હતા. નારણ કાછડીયા એ જમીન રાજુલા નગરપાલિકા અને મધ્ય અટકાવી છે.
ભાજપ ને મારી સાથે વાંધો હોઈ શકે પણ રાજુલાના નગરજનોની સાથે કેમ વાંધો છે. મારે જમીન મારા માટે ક્યાં જોઈતી હતી? સાંસદ ને ઠપકો આપવાને બદલે પાર્ટી તેમની પીઠ થાબડે છે.
અન્યાય કરી આશીર્વાદ માટે નીકળેલા લોકોએ શરમાવું જોઈએ, સંસદને જશ જોઈતો હોય તો એમના હસ્તે લોકાર્પણ કરીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!