Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગાંધીનગરમાં જીત બાદ અમિતશાહ પ્રથમવાર આવશે ગુજરાત પ્રવાસે, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત - GUJJUFAN

ગાંધીનગરમાં જીત બાદ અમિતશાહ પ્રથમવાર આવશે ગુજરાત પ્રવાસે, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસ છે. ત્યારે ગાંધીનગરમાં તેમને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપા ભાજપ ની મોટાભાગની પેનલનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રથમ ગુજરાત મુલાકાત છે. ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજે અમિતા ગાંધીનગર રેલવે સ્ટેશનને મહિલા સ્વસહાય જુથ સમિતિ સંચાલિત ટી સ્ટોલ નું ઉદઘાટન કરશે ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી અને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ ટી સ્ટોલ શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ સાથે તેઓ પાનસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ઉદઘાટન પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ સમયે દર વર્ષે બીજા નોરતે અમિત શાહ માણસા ની મુલાકાત લેતા હોય છે.

ત્યારે આજે મોડી સાંજે તેઓ વતન માણસામાં પરિવાર સાથે માતાજીના દર્શન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે કલોલના પાનસર માનવ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે.

પાનસર આરોગ્ય કેન્દ્રમાં છ બેડની વ્યવસ્થા ઉપરાંત લેબોરેટરી તથા ની પણ સુવિધા કરવામાં આવશે. ત્યારે તેના લોકાર્પણ બાદ કલોલ હાજીપુર આમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.

જેને હવે આ વિસ્તારના દર્દીઓ અને તેનો લાભ મળશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઓક્ટોબરના અંતમાં ગુજરાતી મુલાકાતે આવે તેવી સંભાવનાઓ છે.

31 ઓક્ટોબર સરદાર જયંતિ છે તેમના મનમાં રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પીએમ મોદી રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *