અમિત શાહ આવશે 26 માર્ચે ગુજરાત, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે બંધબારણે બેઠક..

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 26 માર્ચે ગુજરાત આવશે. તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. પ્રવાસ દરમ્યાન પોતાના સાંસદ વિસ્તાર કલોલમાં જનસભાને સંબોધિત કરે તેવી શક્યતા છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા અને ગ્રામ વિકાસ માટે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસ આવવાના છે.

અમિત શાહ 26 માર્ચે પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. કલોલમાં તેઓ એક કરોડના ખર્ચે તૈયાર થનારા સરદારબાગ ના રીડેવલપમેન્ટ પ્રોજેકટના ખાતમૂહૂર્ત અને 18 કરોડના ખર્ચે તૈયાર થનાર આ રેલ્વે પૂર્વ બ્રિજ નાં ખાતમુરત ના કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ કલોલ તાલુકામાં એક વિશાળ સભાને સંબોધન કરશે અમિત શાહ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે.

ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે જિલ્લાના ગામોના સરપંચો નો અભિપ્રાય મેળવશે. ગામોનો વિકાસ કેવી રીતે જિલ્લા માટે મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારો મત મેળવવા સંબંધિત મુદ્દા પર ધ્યાન આપવા બાબત ની તૈયારીઓ થવાની સંભાવના છે. હાલ આ બાબતે 2022 વિધાનસભાની ચૂંટણી માટે કલોલ તાલુકા માટે મહત્વની સાબિત થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *