ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે થશે મહત્વની કેબિનેટ બેઠક, આ મુદ્દા ઉપર થશે ખાસ ચર્ચા વિચારણા..
રાજ્યના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ મહત્વની કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે. કેબિનેટ બેઠકમાં મહત્ત્વના મુદ્દા પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. રાજ્યમાં વધારે વરસાદને કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેના પર નિર્ણય લેવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં ખાસ કરીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણય લેવામાં આવશે. હમણાં જ થોડા સમય પહેલા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.
જેથી ખેડૂતોને સહાય ના મામલે ગુજરાત સરકાર દ્વારા ચર્ચા વિચારણા ચાલી રહી છે. જેને લઈને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ખૂબ જ વરસાદ થયો છે. જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેને લઇને કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો શું કે છે.
આગામી સમયમાં અને હાલમાં પડી રહેલી વરસાદની શક્યતા ને લઈને આજે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા થશે જેમાં વરસાદને લઈને આગામી તૈયારીઓ માટે ની સમીક્ષા કરવામાં આવશે.
ગુલાબ વાવાઝોડું અને શાહીન વાવાઝોડું સક્રિય થવાનું છે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે
તે બાબતે પણ મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંત્રીઓના રાજ્યમાં પ્રવાસને લઇને પણ આજે મહત્વની બેઠક કરવામાં આવશે. પરંતુ સૌથી અગત્યનો મુદ્દો આ કેબિનેટ બેઠકમાં વધારે થયેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે તે બાબતે રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!