દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીધો એક મહત્વનો નિર્ણય, જાણો.
સમગ્ર દેશમાં આ વખતે મહામારીની બીજી લહેર ખરાબ જોવા મળી હતી, જેમાં લાખો લોકો મહામારીમાં પરિવારજનો થી દૂર થયા હતા. તેમજ ઘણા કેસ એવા પણ બન્યા હતા કે, જેમાં ઘરના મોભી નું પણ અવસાન થયું હોય તેવું જાણવા મળ્યું હતું.
ત્યારે એવામાં દિલ્હી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જેમાં અનાથ બાળકો જે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે, તેઓ તેમના અભ્યાસ ત્યાં ચાલુ રાખી શકે છે. સરકાર આવા બાળકોને EWS કેટેગરીના બાળકો માને છે.
સરકાર અન્ય EWS બાળકો ની તર્જ પર શાળાઓને તેમના શિક્ષણ નો સંપૂર્ણ ખર્ચ પરત કરશે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ તેના તમામ જિલ્લા શિક્ષણ નાયબ નિદેશક ને આવા બાળકોને ઓળખવા નિર્દેશ આપ્યો છે, જેથી તેમનો અભ્યાસ અધવચ્ચે અટકી ન જાય.
સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે, માર્ચ 2020 થી અત્યાર સુધી આવા બાળકો કે જેવો મહામારી ના કારણે અનાથ થઈ ગયા છે.
આવા બાળકોને ઓળખીને ખાસ દેખરેખ હેઠળ સુનિશ્ચિત થવું જોઈએ કે, અનાથ હોવાને કારણે તેમનો અભ્યાસ બંધ ન થાય.આદેશમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા બાળકોને આર્થિક રીતે નબળા કે પછાત વર્ગની શ્રેણીમાં ગણવા જોઈએ. આવા બાળકોના શિક્ષણ માટે શાળા ખર્ચ દિલ્હી સરકાર ચૂકવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!