સમાચાર

રાજયમાં વરસાદ ખેંચાતા સરકારે બોલાવી મહત્વની બેઠક, CM એ આ મંત્રીઓને સોપી મહત્વની જવાબદારી.

રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની સાથે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજ્યમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને હજુ સુધી જોઈએ એટલો વરસાદ આવ્યો નથી. આને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી વાત કરવામાં આવે તો હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે..

વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે, તો બીજી તરફ વરસાદના અભાવે રાજ્યના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે.જેથી રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી, હવે ખેડૂતોની સ્થિતિને લઇને સરકાર સામે પણ સંકટ ઊભું થયું છે.

વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો માટે સંકટ ઊભું થયું છે, આજે ગાંધીનગરની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં યોજાઇ હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતો માટે સિંચાઇના પાણી માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કૃષિમંત્રી ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે.

નર્મદા પર પીવાના પાણીનો આધારિત હોવાને કારણે સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ છે. જેથી સરકાર હવે કોઈ વૈકલ્પિક ઉકેલ વિચારી શકે છે.રાજયમાં વરસાદ ખેંચાતા સરકારે બોલાવી મહત્વની બેઠક, CM આ મંત્રીઓને સોપી મહત્વની જવાબદારી.

રાજ્યમાં ઓછા વરસાદ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પત્ર લખ્યો છે. અનાવૃષ્ટિ થી પીડિત ખેડૂતો ને સહાય કરવા અને મુખ્યમંત્રી સહાય યોજના માંથી વળતર આપવા પરેશ ધાનાણી દ્વારા માંગ કરાઇ છે. તેમને પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ નિર્માણ થયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *