માસ્ટર પ્લાન / ભાજપ દ્વારા આ સમાજને રીઝવવા માટે મળી એક મહત્વની બેઠક..

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી ઓબીસીની રાષ્ટ્રીય કારોબારી બેઠકના આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી બેઠકના આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓબીસી મોરચાના અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણ રાજ્ય સભાના સાંસદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેવડિયાની ફન હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં 150 જેટલા વિવિધ રાજ્યોના ઓબીસી મોરચાના અધ્યક્ષ રાજ્ય સભા મહામંત્રીઓ અને લોકસભાના સભ્યો ધારાસભ્યો સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના પહેલા દિવસે આગેવાનોએ નોંધણી કરી કેવડીયા પ્રવાસન સ્થળ પર પહોંચ્યા હતા. આ અવસરે રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર કે લક્ષ્મણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓબીસી સમાજ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

ઓબીસી સમાજના ઉત્થાન માટે વડાપ્રધાને કામ કર્યું છે. એ જે કામને લઈને સમગ્ર બી સી સમાજ બીજેપી સાથે છે. ઉપરાંત કેન્દ્ર માં સૌથી વધુ મંત્રી ઓબીસી સમાજના જ છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી નું આયોજન કર્યું હતું. આ સાથે જ વિકાસના કામોને લઈને આવનારી ચૂંટણીમાં લોકો વચ્ચે જઈશું.

અને સારામાં સારું પ્રદર્શન કરી શું સાથે જ આગામી ચૂંટણીમાં તમામ પાંચ રાજ્યોમાં બીજેપી બહુમતીથી જીત મેળવી સરકાર બનાવશે તેમ પણ જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *