આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે, રાજકારણમાં નવાજૂનીના એંધાણ….
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેના પગલે રાજકારણમાં હલચલ જોવા મળી છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના નવનિયુક્ત સીઈઓ ભુપેન્દ્ર પટેલ તેમની ઉચ્ચારી મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.
ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017 મા ભુપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો આગ્રહ પણ આનંદીબેન નો હતો.
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન રાજીનામું આપ્યું ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા જોકે મુખ્ય પ્રધાન તરીકે પરથી ઉતર્યા પછી ક્યારેય ચૂંટણીના લડ્યા નો નિર્ણય કર્યો હતો.
જેની જાણ પણ એમને મોવડીમંડળને કરી હતી 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકા જોવા મળ્યા હતા.
ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ આજ નામ ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ ના ઉમેદવાર બનશે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો.
છેલ્લે મોડી રાત્રે અમદાવાદમાં ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે ઘાટલોડિયાના ભુપેન્દ્ર પટેલ ના નામની છેલ્લે મોહર લગાવવામાં આવી હતી.
ગુજરાતમાં ભાજપને જુથવાદ હોય એવી વાત કરે પરંતુ આનંદીબહેન તથા અમિત શાહ વચ્ચે ખટરાગ જગજાહેર હતું. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે પણ એમણે નીતિન પટેલને મુખ્ય પ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!