નારાજ કુંવરજી બાવળીયાએ ભુપેન્દ્ર પટેલ ને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે..
જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિછીયા અને જસદણ તાલુકામાં હોવાથી ખેડૂત સહિતના તમામ જરૂરી સહાય ચૂકવવા માટે સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે. કુંવરજીભાઇ જણાવ્યા મુજબ વિછીયા માં અત્યાર સુધીમાં કુલ માત્ર 210 મીમી,8 ઇંચ જેટલો જ અને જસદણ તાલુકામાં માત્ર 324 મીમી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કપાસ, મગફળી, પાકમાં વ્યાપક નુકશાન થયું છે. જળસંગ્રહના સ્થાનો પણ ભરાયા નથી. બોરકુવા અને સિંચાઇ માટેનું પાણી પર નથી. ફલી મોલાતને જીવતદાન મળી શકે તેવો ઝરમર વરસાદ ચાલુ રહે છે.
ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સહાય જરૂરી છે.વરસાદ ખેંચાવાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
સિંચાઇ માટેનું પાણી ન મળતા પાક ઉભા ઉભા રહ્યા છે. તે માટે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને સહાય માટેની રજૂઆત કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના સ્થાને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. સાથે ભુપેન્દ્ર પટેલ ને નવું મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું છે.
મંત્રીમંડળ તૈયાર થતાની સાથે જ તમામ અધિકારીઓ પોતાની કેબિનેટ બેઠકમાં કાર્યવિધિ શરૂ કરી દીધી છે. ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં કૃષિ વિભાગ રાઘવજીભાઇ પટેલને સોંપવામાં આવ્યો છે.
ત્યારે વિછીયા અને જસદણ તાલુકામાં સૌથી ઓછા વરસાદને કારણે ખેડૂતોને સહાય માટે કુંવરજી બાવળીયાએ કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ ને તાત્કાલિક સરકારી સહાય કરવા માટે જણાવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!