નવા મંત્રીમંડળની રચના બાદ નીતિન પટેલ મીડિયા સાથે વાતચીતમાં પોતાની વેદના ઠાલવી હતી. તેમને જણાવ્યું હતું કે, મારા હાથમાં ત્યારે આંસુ આવ્યા હતા. જ્યારે મેં આત્મારામ કાકા ને માટે જાતે મંત્રી પણ જતું કર્યું હતું. કોઈની મહેરબાનીથી આટલે સુધી પહોંચ્યો નથી. પ્રજાના આશીર્વાદ છે, અને એ સાથે રહેશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું સત્ય હકીકત બધા જાણે છે.
રાજકારણ હોય, વેપાર કે ઉદ્યોગ હોય કોઇ પ્રવૃત્તિમાં પણ લાખો લોકો છે. કામ કરતા હોય તેમાં લોકો અનેક પ્રકારના કામો સાથે સંકળાયેલા હોય છે.
નીતિન પટેલે કહ્યું કે, ભગવાનની કૃપાથી પ્રજાના આશીર્વાદથી અને કાર્યકર્તાઓ ના સહયોગથી આ બધા લોકો મને જે નુકસાન કરવા માંગતા હતા.
અને અમારા પક્ષને નુકસાન કરવા માંગતા હતા. અમારી સરકારને નુકસાન કરવા માંગતા હતા, તે પછી ભલે હું નરેન્દ્ર મોદી વખતે સરકારમાં હોવ, આનંદી પટેલ ના સમયમાં સરકારમાં હોવ, કે પછી વિજય રૂપાણી ના સમયમાં હોવ.
અમારા પ્રદેશના જીતુ વાઘાણી હોય કે સી.આર.પાટીલ કે તેના પહેલા પ્રમુખ હોય બધાની સાથે રહીને સહયોગ કરવાનું કામ મેં કર્યું છે.બધા જ સાચું બોલીને સાચું કામ કરે તો આપણો દેશ સ્વર્ગ થઈ ગયો હોત.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે મને કહેતા દુઃખ થાય છે. કે કેટલાક લોકો બીજા ને છેતરી અને જૂઠું બોલીને પોતાનું કામ કઢાવી લે તેવા છે. આત્મારામ કાકા મંત્રી બને તો ભાજપ નુ ભંગાણ થતું અટકી અને કેશુભાઇ પટેલની સરકાર યથાવત રહે.
આ જાહેરાતને કરી ત્યારે નરેન્દ્ર મોદીએ બેઠકમાં હાજર હતા. ત્યારે તેમણે મને તેમની વાતમાં લઈ પીઠ થપથપાવી મને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું તમે મર્દ છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!