નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા, ભાજપમાં નવી જૂની ના એંધાણ !

ગાંધીનગરમાં નવા મંત્રીઓની શપથવિધિ સમારંભમાં વચ્ચે એક મોટી રાજકીય હલચલ થઇ છે. સમારંભની કેટલાક નેતાઓની નારાજગી બહાર આવી છે. જેમાં રાજીનામું આપનાર વિજય રૂપાણી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે. જેમને મનાવવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલુ હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

એટલું જ નહીં આ રીતે આપણાં વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપ માં નારાજ નેતાઓ નું લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે.

તેમ છતાં પણ પક્ષના ઓર્ડરને શિરોમાન્ય ગણાવીને આદત પડી ગઈ છે. ત્યારે હવે નવા મુખ્યમંત્રી અને નવી મંત્રીમંડળની રચના વચ્ચે કેટલાક નેતાઓની નારાજગી સામે આવી રહી છે.

હાલના રહેતા માં વિજય રૂપાણી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નામ ચર્ચામાં આવી રહ્યું છે. ત્રણેય નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તેમજ નારાજગી કરવા માટે ભારતના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાઓની નારાજગી દૂર કરવા માટે જહેમત કરવી પડી હતી.

હાલ ગુજરાત ભાજપમાં સૌથી નારાજ નેતાઓ નીતિન પટેલ લાગે છે. ત્રણ વાર મુખ્યમંત્રી પદના રેસ માટે નામ આગળ હોવા છતાં તેના મોઢા પાસેથી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવું બન્યું છે.

આમાં નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ મળ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *