મોંઘવારીનો વધુ એક માર / ગેસ સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ
સામાન્ય માણસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, સાથે ઘરેલૂ એલપીજીનાં સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે. તમને જણાવી દઈએ કે બિન સબસીડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજીના ભાવમાં વધારો સોમવાર રાતથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ કંપનીઓ ના આ નિર્ણયની સામાન્ય માણસના ખિસ્સા પર ઘણી અસર પડશે. સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને સબસીડી વગર 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 25 રૂપિયાનો વધારો કર્યો છે.
આ વધારા પછી 14.2 કિલોના એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 859.5 રૂપિયામાં ઉપલબ્ધ થશે. અગાઉથી 834.50 રૂપિયામાં મળતા હતા. આ સાથે વધારા પછી 14.2 કિલો એલપીજી સિલિન્ડર કોલકત્તા 886 રૂપિયામાં, સાથે મુંબઈમાં 859.5રૂપિયા અને લખનૌમાં 897.5 રૂપિયા થઈ ગયું છે.
એ જ રીતે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત માં પણ 68 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત વધીને 1618 રૂપિયા થઈ છે.
ગયા મહિને જ ઓઇલ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યું હતું.આમ સામાન્ય માણસને દિવસેને દિવસે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.
સિલિન્ડરના ભાવમાં વધારો થતાં લોકોને ફરીથી એક વધુ ઝટકો લાગ્યો છે. ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!