મોંઘવારીનો વધુ એક ઝટકો / જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવ પહોંચ્યા આસમાને

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. સામાન્ય માણસની કમર તૂટી છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસના બજેટમાં પણ વધારો થયો છે. ખાણીપીણીના ભાવમાં એક વર્ષમાં જબરજસ્ત વધારો થયો છે. સરકારના પ્રયાસો હોવા છતાં ભાવ નિયંત્રણમાં આવ્યા નથી. એક વર્ષ પહેલાં ચોખાની કિંમત 34.86 રૂપિયા પ્રતિ કિલો હતી, જે વધીને 37.38 રૂપિયા થઈ ગઈ છે. દિવસે ને દિવસે મોંઘવારીનો માર વધી રહ્યો છે.

વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું જીવન જીવવું મુશ્કેલ બની રહ્યો છે. ઘઉં 25 રૂપિયાથી વધીને 30.61 રૂપિયાના ભાવે પહોંચી ગયા છે. અડદની દાળ ની કિંમત 104 રૂપિયાથી વધીને 107 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. મસૂર દાળના ભાવ વધ્યા છે.

રૂપિયાથી વધીને 97 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. દૂધની કિંમત 48.57 રૂપિયાથી વધીને 52.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ બમણા થઈ રહ્યા છે.

સરકાર ચીજ વસ્તુઓની કિંમતો ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવો વધુ છે જુલાઈ 2021 માં છૂટક ફુગાવો દર 5.59 ટકા હતો, જે જૂન 2022 માં 7.01% હતો. જુલાઈમાં તેમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે.

નિષ્ણાતોનું માનવું છે કે, 6.6% ની આસપાસ રહી શકે છે. જુલાઈ મહિનાની 12 ઓગસ્ટે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. દિવસે અને દિવસે મોંઘવારી વધતી જતી જોવા મળી રહી છે, જેને કારણે સામાન્ય વર્ગના લોકોને આર્થિક મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, દિવસેને દિવસે અનાજ કઠોળના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજી સહીત તમામ ખાતેથી જ વસ્તુના ભાવ બમણા થઈ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *