મોંઘવારીનો વધુ એક માર / સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો એક સાથે આટલો મોટો વધારો..

હોળીના તહેવાર પહેલા ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવ માં લોકો તેલ કાઢી રહ્યા છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલ અને કપાસિયાતેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મધ્યમ વર્ગની મુશ્કેલીઓ માં એક પછી એક વધારો થઈ રહ્યો છે. એક પછી એક વસ્તુના ભાવ વધતા જઈ રહ્યા છે.

છેલ્લા બે મહિનાથી ખાદ્યતેલના ભાવ સતત વધતા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સિંગતેલના ભાવ રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો છે.

સિંગતેલના ડબ્બાના ભાવ 2530 રૂપિયાથી વધીને 2580 રૂપિયા થઈ ગયા છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ 2520 લઈને 2580 રૂપિયા થયો છે.

જોકે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ શાકભાજી અને મસાલાના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગને પરિવાર ચલાવવો મુશ્કેલ બની રહ્યું છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી જે સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘવારી ભાવ નું તેલ ખરીદવું પડી રહ્યું છે.

બીજી બાજુ યાર્ડ મગફળી અને કપાસની આવક ચાલુ છે. મહત્વનું છે કે સિંગતેલના ભાવ વધતા મોટા લોકોને કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ ભડકે બળવા લાગ્યા છે.

જેને લઇને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. એટલે હજુ આગામી સમયમાં હજુ પણ મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે. મધ્યમ વર્ગની મુશ્કેલીઓ માં એક પછી એક વધારો થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *