Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વધુ એક મોંઘવારીનો માર / દુધના ભાવમાં થયો બે રૂપિયાનો વધારો, ગૃહિણીઓને ઝટકો - GUJJUFAN

વધુ એક મોંઘવારીનો માર / દુધના ભાવમાં થયો બે રૂપિયાનો વધારો, ગૃહિણીઓને ઝટકો

સુમુલ ડેરીએ દૂધના બે પેકેટ ઉપર ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. અમુલ શક્તિ અને અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ દ્વારા ભાવ વધારા કર્યા બાદ સુમુલે પણ ભાવ વધારો કર્યો છે. અમુલ શક્તિ 58 રૂપિયા લીટર જ્યારે અમુલ ગોલ્ડ 64 રૂપિયા લિટર થયું છે. પહેલા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા દૂધના ભાવમાં અમૂલે છ મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે.

ત્યારે હવે સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ આગામી અઠવાડિયાથી લાગુ થશે જોકે અમુલ દ્વારા નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ 500 મિલી અગાઉ 30 રૂપિયાનું હતું, જે વધીને નવો ભાવ 31 રૂપિયા થયો છે.

અમુલ તાજા 500 મિલી ના 24 રૂપિયા હતા, ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભાવમાં વધારો થવાનો નિર્ણય જોવા મળ્યો છે. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસોનું જનજીવન મુશ્કેલીથી ભર્યું થઈ ગયું છે.

સીએનજી પેટ્રોલ ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજી દૂધ અને તેલના ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

અમુલ શક્તિ 58 રૂપિયા લીટર જ્યારે અમુલ ગોલ્ડ 64 રૂપિયા લિટર થયું છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભાવમાં વધારો થવાનો નિર્ણય જોવા મળ્યો છે, બીજીવાર દૂધના ભાવમાં લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *