APP : આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ શ્રી હરિપ્રસાદ સ્વામી ના અંતિમ દર્શન કરવા માટે સોખડા ખાતે આવ્યા.
આજના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ અગ્રણી મહેશભાઈ સવાણી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અર્જુન રાઠવા, પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન સહમંત્રી વિરેન રામી તેમજ શ્રી રાજુ અલવા, ઝૉન મહામંત્રી મયંક શર્મા, જિલ્લા પ્રમુખશ્રી જયદીપસિંહ ચૌહાણ, મયંક ભટ્ટ, પલ્લવીબેન પરમાર , આરજે આશિષ સહિત વડોદરા શહેર અને જિલ્લાની ટીમ સાથે સોખડા ખાતે બ્રહ્મલીન અંતિમ દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોય માટે આવી શકેલ ન હતા.
તેમજ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ના સગા ભાઈ નું બે દિવસ પહેલાં જ નિધન થયું હોવાને કારણે તેઓ હરીપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા આવી શકે નહીં,
વગેરે બાબત જણાવેલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા મોકલાવેલ શોક સંદેશ અને શ્રદ્ધાંજલિ નો વિડીયો પણ હરિધામ સોખડા સમક્ષ રજુ કરેલ અને અરવિંદ કેજરીવાલ ની લાગણી પણ પહોંચાડી હતી.
આમ તેઓ શ્રી હરિપ્રસાદ સ્વામીના અંતિમ વિદાય ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!