Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતમાં વધી રહ્યું છે APPનું જોર : વિપક્ષ પાર્ટીઓ થઈ રહી છે નબળી - GUJJUFAN

ગુજરાતમાં વધી રહ્યું છે APPનું જોર : વિપક્ષ પાર્ટીઓ થઈ રહી છે નબળી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપમાં જેટલો ફફડાટ છે, તેનાથી વધારે ફાળ કોંગ્રેસના છે. આમ આદમી પાર્ટીની જ સંવેદના યાત્રા ગુજરાતમાં ફરી રહી છે અને લોકોનું સમર્થન મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આપને લોકો આવકારી રહ્યા છે, અને કોંગ્રેસ ખાલી થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ ઉડતા ઝડપાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી કળ વળી રહી નથી કે, ભાજપ નો સામનો કરવાની સાથે હવે આપનો સામનો કેવી રીતે કરવો અમદાવાદ સુરત અને વડોદરામાં દ્વારા ગલી અને મહોલ્લા ની મિટિંગ યોજવા લાગી છે.

મોટાભાગે કોંગ્રેસમાં માનતા લોકો આપની મીટીંગને સફળ બનાવતા દેખાઈ રહ્યા છે.

ગુજરાતભરમાં કોંગ્રેસનો હાલ કોઈ ધોણીદોરી હોય એવું લાગતું નથી, નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસના ઘાડાને આપ માં જતા અટકાવવા માટે નિષ્ફળ હોવાનું વિદિત થઈ રહ્યું છે.

કાર્યકરો અને આગેવાનોને સાચવવા અને તેમને સંભાળી લેવામાં કોઈ નેતા આગળ આવી રહ્યા નથી. કાર્યકરો અને આગેવાનો પોતાની મુનસફી પ્રમાણે આપ માં જોડાઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે.

આમ આદમી પાર્ટીનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે અને લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. આપનું જોર વધી રહ્યું છે જેને કારણે, કોંગ્રેસ ખાલી થઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *