ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ અને અંતિમ દિવસ છે. વિધાનસભાના અંતિમ દિવસે બે વિધાયક રજૂ થશે. ભારત ભાગીદાર વિધેયક અને કૌશલ્ય ધ સ્કૂલ યુનિવર્સિટી વિધેયક રજૂ કરાશે. રાજ્ય સરકારમાં નવા મંત્રીઓ અને મુખ્યમંત્રી સામે વિપક્ષ એક પડકાર બની ને ઉભો રહે તે માટે સદન શરૂ થતા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપના ની ઓફિસમાં પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના આક્રમક ને કેવી રીતે કાઢવા તે અંગે ધારાસભ્ય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાદ ખુદ પાટીલે ગેલેરીમાંથી નવા મંત્રી મંડળ કામગીરી નિહાળી હતી. પાર્ટીની સાથે ચાર મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડ્રગ્સ કેસને લઈને પરેશ ધાનાણીએ જ્યારે રજૂઆત કરી
ત્યારે વિપક્ષોનો વાર કરવામાં માહેર એવા વરિષ્ઠ નેતાઓની કમી નવા મંત્રી ઓ માં જોવા મળી હતી. વિધાનસભા ગૃહની બહાર લોબીમાં પક્ષ અને વિપક્ષ અને કાર્યકરો અને મુલાકાતીઓ આવ્યા હતા.
વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે.
અગાઉ કોંગ્રેસની સત્તા માં વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરંતુ આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્ને સત્તાપક્ષ શાસન ચલાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારા નું નામ આગળ ધર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!