અમદાવાદ આવતાની સાથેજ અમિત શાહે અધિકારીઓ સાથે બેઠક કરી, આપી દીધા મોટા આદેશ. જાણો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત પર છે, ત્યારે આજે અમદાવાદ કલેકટરની કચેરી પહોંચ્યા હતા. અમિત શાહની અધ્યક્ષતામાં દિશા બેઠક મળી હતી. બેઠકમાં પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. સાથે રાજ્યસભા સાંસદ સભ્ય કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે તમામ અધિકારીઓ પાસેથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન ની કામગીરી ને લઇને પ્રશ્નો કર્યા હતા.
અધિકારીઓને શહેરમાં વેક્સિનેશન ના કેમ્પ વધારવા માટે જણાવ્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તારના કલોલ તાલુકાના ગામડાઓ નામ નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજના થી લાભ મળશે.
આ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યોની રાહબરીમાં યુજીવીસીએલ ના અધિકારીઓએ પાનસર, વડસર, સોજા, બાલવા, સાથે જ પલિયડ આમજા સહિતના ગામોમાં સરપંચશ્રીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનો સાથે મિટિંગ યોજી સોલર રૂફ ટોપ યોજના અપનાવવાના ફાયદા સમજાવ્યા હતા.
રાજ્ય સરકાર શહેરો જેવી સુવિધા ગામડાઓને આપીને સમૃદ્ધ બનાવવા માંગે છે તેવી સમજ પણ આપી હતી.અધિકારીઓએ ગામડાઓમાં સોર ઉર્જા ઝળહળે એ માટે ના પ્રયત્નો શરૂ કર્યા છે.
જેથી લોકોને પણ વીજળી બિલમાં ફાયદો થાય આ વિસ્તૃત માહિતી નું ગામજનો સહુ કોઈ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. એટલું જ નહીં આ યોજનાની માહિતી મેળવ્યા બાદ તરત, જ દરેક લોકોએ સોલર રૂફ ટોપ યોજના નો લાભ લેવા નોંધણી કરાવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!